મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા UCC મામલે 18 માર્ચે કેસરા ગામે ભવ્ય મિટિંગનું કરાયું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.UCC મામલે ગુજરાતના જાગૃત નાગરિકો , ઉલેમા અને સમાજિક કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક મુસ્લિમો યુનિફોર્મ સિટીઝનશિપ કોડ મામલે ચિંતાતુર છે. આ મામલે તમામ મુસ્લિમો પોતાના સલાહ સૂચનો કરીને આ UCC મુસદ્દા મામલે વિચાર વિમર્શ કરી રહ્યા છે.

UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના નેજા હેઠળ એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ  મિટિંગમાં UCC મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.UCC સંદર્ભે વિચાર વિમર્શ કરી વિરોધ કરવા તથા કાયદાની સમજ મેળવવા માટે નિષ્ણાત વક્તાઓ ને બોલાવવા માટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.તમામ લોકોને આ બેઠકમાં હાજર રહેવા માટે આંમત્રણ આપવામાં આવ્યું છે.

બેઠકનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે 

સ્થળ -મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના કાર્યાલય.

મુ.કેસરા,તા.મહેમદાવાદ,

જિલ્લા ખેડા તા.૧૮-૩-૨૦૨૫

મંઞળવાર

સમય-બપોરે ૩-૦૦ કલાકે

આ મિટિંગમાંલ હાજર રહેનાર માટે સ્પેશિલ સાંજના રોઝા ઈફ્તારી નો પ્રોગ્રામ પણ  રાખવામાં આવ્યો છે.જે મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવ તેઓએ પોતાની સંમતિ નીચે જણાવેલ ફોન નંબર ઉપર જણાવવા વિનંતી છે.જેથી તમામ વ્યવસ્થા કરવા સુગમતા રહે. અશગર ભાઈ શેખ -સચિવ-મધય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ મો.નં.૯૨૬૫૭૮૩૭૫૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *