વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ વધુ શિક્ષિત થાય તે માટે પ્રયત્નશીલ રહે છે આ સાથે અનેક સેવાકિય પ્રવૃતિ કરીને સમાજને મહામૂલ્ય યોગદાન પૂરુ પાડે છે સમાજના આર્થિક પછાત લોકોને પગભર કરવા તેઓ આત્મસન્માનથી જીવે તે હેતુથી વિરામગામ મુકામે હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિરમગામ મુકામે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 50થી વધુ હાથલારીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
મધ્યગુજરાત મુસ્લિમ સમાજના પ્રમુખ કરીમભાઇ મલેકે જણાવ્યું હતું કે સમાજના જે આર્થિક પછાત છે અને જે ખરેખર જરૂરિયાતમંદ છે તેમને અમે સ્વાલંબી બનાવવા મદદ કરીશું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટ સમાજના વિકાસ માટે કામ કરી રહ્યું છે. શિક્ષણ સમાજને બદલી શકે છે, સમાજના યુવાનોને અપીલ કરતા તેમણે કહ્યું કે સમાજના ઘડતરમાં શિક્ષણ ખુબ અનિવાર્ય છે તો યુવાનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવો જોઇએ
આ હાથલારી વિતરણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ ના પ્રતિ નિધી તરીકે વડોદરા શહેર ના એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ,રીટાયરડ પી.આઇ.ખાન સાહેબ તથા તેઓનાં સાથીઓ સાથે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ કરીમ ભાઈ મલેક, વિરમગામ ગામના આગેવાન યાસીન ભાઈ મંડલી, અખ્તર ભાઈ નગરપાલિકા ના સભ્યો, ગામના આગેવાનો, મહેમદાવાદ શહેર ના કનવિનર રઝાક ભાઈ જીરા વાલા, એડવોકેટ આર.કે.જોષી, ઈસુબભાઈ મલેક કેસરના, ઈમ્તિયાઝ મલેક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ મજૂર ને મદદરૂપ થવાના હેતુથી આ હાથલારીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો – ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી