Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. મહાકુંભ મેળાનું સમાપન 26 ફેબ્રુઆરી, 2025ના રોજ થશે. આ દિવસે મહાકુંભનું અંતિમ શાહી સ્નાન થશે.

Mahakumbh 2025 નોંધનીય છે કે . પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.

 

આ પણ વાંચો-  Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *