ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયકની કરી જાહેરાત, આ તારીખ સુધી ફોર્મ ભરી શકશો

જ્ઞાન સહાયક ભરતી

 જ્ઞાન સહાયક ભરતી :  રાજયમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે જેને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સત્વરે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે.

નોંધનીય છે કે  રાજ્ય સરકાર ફરી એકવાર શિક્ષકોની ભરતી કરવા જઇ રહી છે, જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઇ રહી છે. આ ભરતી માટેનું સંપૂર્ણ માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલે જ આ ભરતે સંદર્ભે જાહેરાત પણ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની 11 માસ કરાર આધારિત ભરતી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શિક્ષકની નોકરી માટે આગામી 27 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી.

નોંધનીય છે રાજયમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે જેને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સત્વરે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે.

અહીં ઓનલાઈન અરજી કરવા માટે નીચેની સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચો.

  • પહેલા ભરતી માટેની જાહેરાત ધ્યાનથી વાંચો અને જુઓ કે તમે લાયક છો કે નહીં, પછી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • gyansahayak.ssgujarat.org પર જાઓ અને “Apply Online” બટન શોધો.
  • સત્તાવાર વેબસાઇટ પર “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • આગલા પૃષ્ઠ પર, આપેલ ઓનલાઈન એપ્લિકેશન વિકલ્પ પર જાઓ.
  • મહત્વપૂર્ણ જરૂરી વિગતો સાથે અરજી કરો.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.
  • અરજી ફી ભરવાની હોય તો ચૂકવો.
  • છેલ્લે, અરજી પૂર્ણ થયા પછી, ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો- સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયામાં વિવિધ 1040 પદો પર બમ્પર ભરતી,જાણો તમામ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *