ગુજરાત સરકારે લીધા મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને સામાન્ય નાગરિકોની સુગમતા માટે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આથી ઔદ્યોગિકરણ, વ્યાપાર, ધંધા-રોજગાર અને અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે.

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યમાં ખેતી માટે સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી અને શરતફેરના સંદર્ભમાં હાલ અમલમાં આવેલી પદ્ધતિ મુજબ, આ તમામ પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સરળીકરણ કરવાની દિશામાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.”આ નવો નિર્ણયો રકમાતી અને બિનખેતી હેતુ માટે જમીનના સત્તાપ્રકારની શ્રેષ્ઠતા અને પ્રકિયા સરળ બનાવવા માટે છે. આ નવા નિયમો દ્વારા, ખેડૂતોને જમીનની વેચાણ, ખરીદી અને તબદીલીના સંબંધમાં વધુ સરળતા મળશે.

આ નિર્ણયોના અમલથી, રાજ્યના ખેડુતો અને નાગરિકોને જમીનના વેચાણ અને તબદીલી માટેની શરતોનો સરળ અને ઝડપી પ્રગતિ કરવાનો મોકો મળશે, જેના પરિણામે ઉદ્યોગોમાં અને રોજગાર વિકસિત થશે.

નોંધનીય છે કે રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે –

  • સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
  • પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
  • પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.
  • મુખ્યમંત્રીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *