Navsari Purna River accident: પૂર્ણા નદી દુર્ઘટના: નવસારીમાં 5 લોકો ડૂબ્યા, ભાભીને બચાવતો દિયર ગુમ

Navsari Purna River accident: નવસારી શહેરના ધરાગીરી ગામ નજીક આવેલી પૂર્ણા નદીમાં આજ રોજ દુઃખદ ઘટનાની જાણકારી મળી છે. નદીના કિનારે કપડાં ધોવા ગયેલી ચાર મહિલાઓમાંથી એક અચાનક પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં બાકીની ત્રણ મહિલાઓ પણ નદીમાં ઊતરી ગઈ, જેના પગલે આખી ઘટના પલભરમાં જાનલેવા બની ગઈ.

સાંભળતાની સાથે જ નજીકમાં હાજર એક યુવાને જે મહિલાનો દિયર હોવાનું કહેવામાં આવે છે — તરત જ નદીમાં ઝંપલાવ્યું. જોકે, ધોધમાર વહેણના કારણે યુવક પોતે પણ નદીમાં ગુમ થઈ ગયો છે..

સ્થાનિક માછીમારોએ ઘટના સમયે તરત જ જાળ લગાવીને ત્રણ મહિલાઓને સલામત બહાર કાઢી લીધી હતી. દુર્ભાગ્યવશ, એક મહિલાનું મોત નીપજ્યું છે અને તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. તાત્કાલિક સારવાર માટે મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

હાલ પોલીસે શોધખોળનું કામ શરૂ કર્યું છે અને ગુમ થયેલા યુવકની તલાશ સતત ચાલી રહી છે. સમગ્ર ગામમાં આ ઘટના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *