HMPV VIRUS Effect: ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરની માંગમાં થયો વધારો!

Demand for masks and sanitizers – કોવીડ-19 પાનડેમિકના સમયગાળા દરમિયાન, હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરવાયા હતા. મેડિકલ સ્ટોર્સ પર સેનીટાઈઝર અને માસ્કનો સ્ટોક ખૂટી પડયો હતો. હવે, ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસ નોંધાયા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. લોકોની ચિંતામાં વધારો થયો છે, અને એવામાં અમદાવાદમાં સેનીટાઈઝર અને માસ્કની માગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Demand for masks and sanitizers- સરકારે લોકોને HMPV સામે સાવચેતી રાખવાની અપીલ કરી છે, કારણ કે આ વાયરસના વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યની સંસ્થાઓ અને હોસ્પિટલોએ માસ્ક અને સેનીટાઈઝરના સ્ટોકની તૈયારી કરી છે. પરિણામે, અમદાવાદ અને ગુજરાતમાં ફેસ માસ્ક અને સેનીટાઈઝરની માંગમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખાતરી આપી છે કે HMPV થી ગભરાવાનું કોઈ કારણ નથી. છતાં, સંસ્થાઓ અને હોસ્પિટલો સાવચેતીના પગલા તરીકે માસ્ક અને સેનિટાઈઝરનો સ્ટોક કરી રહી છે. છૂટક માગ હજુ પણ અગાઉની જેમ છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે, “માગ મુખ્યત્વે હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને કોર્પોરેટ કંપનીઓ જેવી સંસ્થાઓ તરફથી આવી રહી છે. ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં માગમાં 20 ટકાનો વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં આ વધારો 30 ટકાનો નોંધાયો છે

 

આ પણ વાંચો –   બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામને જામીન મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *