Fatal accident near Ankleshwar – ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અજમેરથી મુંબઈ પરત ફરતા એક પરિવારના ચાર સભ્યો સાથે એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં, પરિવારના 3 લોકોનું સ્થળ પર જ મોત થયું હતું
Fatal accident near Ankleshwar- નોંધનીય છે કે અકસ્માતની ઘટનામાં 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવ્યા છે. અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની વિગતો મળી રહી છે. અકસ્માતની ઘટનાને કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવની કામગીરી શરૂ કરી હતી. હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- Borwell rescue : 32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી, 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી