ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં ગુજરાત પોલીસએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા અગાઉની સરખામણીમાં બમણાથી વધુ થઈ છે. મંત્રી હર્ષ સંઘવીએ આ માટે પોલીસને અભિનંદન આપ્યા અને સ્થાનિક પોલીસને NDPS કેસોમાં વધુ સક્રિય રહેવા સૂચના આપી. ખાસ કરીને, માત્ર 15 દિવસમાં 17 PIT NDPS કેસ નોંધવા બદલ પોલીસની પ્રશંસા કરી અને આગામી સમયમાં વધુ કેસો નોંધવા આદેશ આપ્યો.
ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને GujCTOC હેઠળ કાર્યવાહીગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ સામે થયેલી કડક કાર્યવાહીની પણ સરાહના કરવામાં આવી. આ ઉપરાંત, GujCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ પાંચ મહિનામાં 8 કેસમાં 77 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેની મંત્રીએ પ્રશંસા કરી.અસામાજિક તત્વો સામે ઐતિહાસિક કાર્યવાહીરાજ્યમાં અસામાજિક તત્વો સામેની કામગીરીની સમીક્ષા દરમિયાન, 1 જાન્યુઆરી 2024થી 31 મે 2025 સુધીની કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી. આ સમયગાળામાં:582 ગેરકાયદેસર દબાણ દૂર કરાયા.
1861 ગેરકાયદેસર વીજ જોડાણો સામે કાર્યવાહી.
689 રીઢા ગુનેગારોના જામીન રદ કરવાની કાર્યવાહી.
390 અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટની તપાસ કરી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો સામે કડક પગલાં.
આ ઐતિહાસિક કામગીરી બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપવામાં આવ્યા અને આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી માટે ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપવામાં આવી.વ્યાજખોરો અને હની ટ્રેપ સામે કડક પગલાંરાજ્યમાં વ્યાજખોરો સામે પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2024થી 31 મે 2025 દરમિયાન 2487 વ્યાજખોરો સામે 1054 ગુના નોંધાયા છે. ગુજરાત પોલીસે 641 લોન મેળા યોજી નાગરિકોને સહાય પૂરી પાડી છે. વ્યાજખોરો સામે FIRમાં વિલંબ ન થાય અને અરજદારોની સમસ્યાઓનો સંવેદનાપૂર્વક ઉકેલ લાવવા મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી.આ ઉપરાંત, હની ટ્રેપના 66 ગુનાઓમાં 296 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો.
આ પણ વાંચો- EPF Interest Rate: 7 કરોડ લોકો માટે ખુશખબર, PF ખાતામાં વ્યાજના પૈસા થયા ક્રેડિટ, આ રીતે ચેક કરો