નડિયાદ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.નડિયાદ પશ્વિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI આસીફ શેખે પોતાની ઇમાનદારી અને નૈતિક ફરજનું ઉત્તમ દષ્ટ્રાંત પુરો પાડિયો છે.નડિયાદ મિશનચોકી થી નડિયાદ પશ્ચિમ પો સ્ટેશન તરફ આવતા ન્યુ ઇન્ગલિશ સ્કુલ સામેથી જતા રસ્તામા રોડ ઉપર રૂ.૨૩૦૦૦ હજાર રૂપિયા પડ્યા હતા,જુદા જુદા બંડલમાં 500 રુપિયાની નોટો હતી જે વેરવિખેર હતી, આ રોડ પરથી 500ની નોટો ભેગી કરીને પૂરી રકમ એકત્રિત કરીને જેના પૈસા પડિ ગયા છે તેની શોધખો હાથધરી હતી.
પો ઇન્સ કે.એચ.ચૌધરીની સૂચના મુજબ NES સ્કૂલના સીસી કેમેરા તથા નેત્રમ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ની મદદ લીધી હતી અને જેના પૈસા પડિ ગયા હતા તેની ઓળખ કરી લીધી, આ પડિ ગયેલ પૈસા પ્રતિકકુમાર ગલેશભાઇ પરમાર રહે. પીપળાતાના હતા,તેઓ તેમની માતાની બારમાની વિધિ માટે સામાનની ખરીદી કરવા જતા બાઇક પરથી પડિ ગયા હતા. તેમના 23 હજાર રુપિયા પડિ ગયા હતા.તેમને પોલીસ સ્ટેશ બોલીવીને તેમના ખોવાયેલા પૈસા પરત કર્યા હતા. આ પ્રતિકભાઇએ પોલીસનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે નડિયાદ પશ્વિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ મોહંમદ આસીફ તેમની નૈતિક ફરજ માટે જાણીતા છે.આ પહેલા તેમણે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડયા હતા,મહેમદાવાદના મૂળ વતની અને ખેડામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મોહમ્મદ આસીફ શેખ પ્રેમભાઇને બચાવ્યા હતા.
આ પણ વાંચો – BZ scam Bhupendra Jhala Arrested: કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ