ઈરાનનો ટ્રમ્પને જડબાતોડ જવાબ: શાંતિ વાટાઘાટોનો ઇનકાર, ‘અમે ૫ વર્ષ સુધી યુદ્ધ લડવા તૈયાર’

US Iran War Update

US Iran War Update પશ્ચિમ એશિયામાં (Middle East) યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) દાવાઓને ફગાવતા ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો (US Iran Negotiations) કરવાના મૂડમાં નથી. ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ (Dr. Abdul Majid Hakim Elahi) એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે જો જરૂર પડશે તો ઈરાન આગામી પાંચ વર્ષ સુધી પણ આ સંઘર્ષ ચાલુ રાખવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

US Iran War Update : વાટાઘાટોનો કોઈ સવાલ જ નથી

સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતા ડૉ. ઈલાહીએ જણાવ્યું હતું કે, આ યુદ્ધની શરૂઆત અમેરિકાએ કરી છે, તેથી હવે મંત્રણાનું કોઈ કારણ બચતું નથી. તેમણે ભૂતકાળની ઘટનાઓ યાદ અપાવતા કહ્યું કે જ્યારે પણ વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે જ અમેરિકાએ દગો કરીને ઈરાન પર હુમલા કર્યા છે. તેથી વર્તમાન સમયમાં અમેરિકા સાથે ટેબલ પર બેસીને ચર્ચા કરવાનો સવાલ જ ઊભો થતો નથી અને ઈરાન દુશ્મન સામે ક્યારેય ઝૂકશે નહીં.

લાંબા યુદ્ધનો અનુભવ અને પ્રજાનો આક્રોશ

ઈરાન કોઈનાથી ડરતું નથી તેવો હુંકાર કરતા ડૉ. ઈલાહીએ ઈરાન-ઈરાક યુદ્ધનો (Iran Iraq War) દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાન પાસે ૮ વર્ષ સુધી સળંગ યુદ્ધ લડવાનો અનુભવ છે. “આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે તેની કોઈ સમયમર્યાદા મને ખબર નથી, પણ અમે ૫ વર્ષ સુધી લડવા તૈયાર છીએ. ઈરાનના રસ્તાઓ પર આજે લોકો બદલો લેવાની માંગ સાથે ઉતરી આવ્યા છે. અમે અમારું રક્ત વહેવડાવવા તૈયાર છીએ, પણ અમારી એક ઇંચ જમીન કોઈને નહીં આપીએ,” તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

આ પણ  વાંચો: ઈઝરાયેલ માટે મોટો ખતરો: ઈરાનના 5 કિલોના ક્લસ્ટર બોમ્બથી 13 કિમી સુધી તબાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *