ઇઝરાયેલે હમાસના ટોપ લીડરની હત્યા બાદ આપ્યું આ મોટું નિવેદન,જાણો શું કહ્યું….

Israel

Israel :   ઈઝરાયેલે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે. હાનિયાને મારવા માટે ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન પસંદ કર્યું અને વહેલી સવારે હાનિયાને મારી નાખ્યો. તેના એક દિવસ પહેલા જ હમાસ ચીફ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ વખતે જોવા મળ્યો હતો અને બીજા જ દિવસે સવારે ઈઝરાયેલે હાનિયાને મારી નાખ્યો હતો.

હાનિયાના ખતમ થવાને ઈઝરાયેલની (Israel )મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી ઈઝરાયેલે ખુલ્લેઆમ આ હુમલાની કબૂલાત કરી નથી, પરંતુ ઈઝરાયેલમાં હાનિયાના મોત બાદ સામાન્ય લોકોની સાથે મંત્રીઓએ પણ ઉજવણી શરૂ કરી દીધી છે. ઇઝરાયેલના હેરિટેજ મિનિસ્ટર અમીચાય એલિયાહુ હનિયાના મૃત્યુ પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપનાર પ્રથમ વ્યક્તિ છે.

ઈલિયાહુએ કહ્યું, ‘દુનિયામાંથી આ ગંદકીને સાફ કરવાનો આ સાચો રસ્તો છે.’ ઈલિયાહુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલના સ્થાનિક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંત્રીઓને હનિયાની હત્યા પર કંઈપણ કહેવાની મનાઈ કરી છે. તમને જણાવી દઈએ કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાએ મંગળવારે (30 જુલાઈ) ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી. બીજા જ દિવસે (બુધવારે) એટલે કે આજે વહેલી સવારે ઈઝરાયેલે ઈસ્માઈલ હાનિયા જે મકાનમાં રહેતો હતો તેને ઉડાવી દીધો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હુમલો તેહરાનમાં હનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં હમાસ ચીફની સાથે તેનો એક બોડીગાર્ડ પણ માર્યો ગયો હતો.

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગુપ્ત એજન્સી મોસાદે ઈરાનમાં ઘૂસીને હાનિયાની હત્યા કરી નાખી છે. ખબર છે કે હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા મહેમાન તરીકે આવ્યો હતો. . આવું પહેલીવાર બન્યું છે જ્યારે ઈઝરાયેલ દ્વારા હમાસના કોઈ નેતાના મોતના સમાચાર જાહેર કરવામાં આવ્યા નથી. બુધવારે વહેલી સવારે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હાનિયાના મૃત્યુ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘હાનિયા અને તેનો એક બોડીગાર્ડ જ્યાં રોકાયો હતો તે બિલ્ડિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હાનિયાની સાથે તેનો એક અંગરક્ષક પણ માર્યો ગયો હતો. સેનાએ કહ્યું કે હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનું કારણ જાણી શકાશે.IRGCએ કહ્યું કે તે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખમેનીને પણ મળ્યા હતા.

આ પણ વાંચો – ઇરાનમાં ઘૂસીને મોસાદે હમાસના ટોપ લીડર ઈસ્માઈલ હાનિયાની કરી હત્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *