Ismail Haniya : હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની( Ismail Haniya) ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનના સરકારી મીડિયા અને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. તે જાણીતું છે કે ગયા વર્ષે હુમલા બાદ ઇઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે ઈઝરાયેલે ન તો આ હુમલાની જવાબદારી લીધી છે અને ન તો તેના પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલે હાનિયાની હત્યા કરી છે.
(Ismail Haniya) વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગુપ્ત એજન્સી મોસાદે ઈરાનમાં ઘૂસીને હાનિયાની હત્યા કરી નાખી છે. ખબર છે કે હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા મહેમાન તરીકે આવ્યો હતો. . આવું પહેલીવાર બન્યું છે જ્યારે ઈઝરાયેલ દ્વારા હમાસના કોઈ નેતાના મોતના સમાચાર જાહેર કરવામાં આવ્યા નથી. બુધવારે વહેલી સવારે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હાનિયાના મૃત્યુ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘હાનિયા અને તેનો એક બોડીગાર્ડ જ્યાં રોકાયો હતો તે બિલ્ડિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હાનિયાની સાથે તેનો એક અંગરક્ષક પણ માર્યો ગયો હતો. સેનાએ કહ્યું કે હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનું કારણ જાણી શકાશે.IRGCએ કહ્યું કે તે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખમેનીને પણ મળ્યા હતા.
આ પણ વાંચો- કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા