આઇટીની રેડ વડોદરાના બે જાણીતા બિલ્ડર જૂથોને આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડી રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં ઇન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા હતા. વડોદરામાં આઈટીએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિક બિલ્ડરોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. નિલેશ શેઠ અને રોનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જૂથોની તપાસ કરવામાં આવી રહી છે. 120થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામેલ છે, અને દસ્તાવેજો, હિસાબી રેકોર્ડ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આઇટીની રેડ પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્કમટેક્સ વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. પરંતુ હજી સુધી ચોક્કસ કચોરીના આંકડાની માહિતી આવી નથી. પણ મસમોટી રકમની કરચોરી પકડાશે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. નોંધનીય છે કે આજરોજ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.વડોદરાના બે જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી દ્વારા બે થી વધુ બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રીયલ એસ્ટેટ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કીટેક્ટને ત્યાં પણ તેમજ 10 થી વઘુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના બે જાણીતા બિલ્ડર જૂથોને આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડી રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં ઇન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા હતા. વડોદરામાં આઈટીએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિક બિલ્ડરોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે
આ પણ વાંચો- રિલાયન્સનું ‘સ્માર્ટ બજાર’ હવે રાશનની દુકાન બનશે? મુકેશ અંબાણી સાથે સરકારનો આ છે પ્લાન!