kangani movie emergency- અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ આખરે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ. વિવાદોનો સામનો કર્યા બાદ ફિલ્મની રિલીઝથી કંગના ઘણી ખુશ છે. પરંતુ પહેલા દિવસે ફિલ્મ જોનારા દર્શકોના રિએક્શન કંઈ ખાસ નથી. તેની અસર થિયેટરોમાં જોવા મળી હતી. શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ‘ઇમરજન્સી’એ કેવું પ્રદર્શન કર્યું તેના આંકડા સામે આવ્યા છે.
kangani movie emergency – ધીમી શરૂઆત ફિલ્મના પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા ઘણા નબળા છે. કંગના અને અન્ય કલાકારો પ્રેક્ષકોને એકત્ર કરવામાં થોડા અસફળ જણાયા છે. રિપોર્ટ્સનું માનીએ તો ઈમરજન્સીની શરૂઆત ધીમી હતી, પરંતુ આ ફિલ્મ છેલ્લા 5 વર્ષમાં કંગનાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી.
કંગનાની ફિલ્મ પહેલા દિવસે ખાસ કલેક્શન કરી શકી નથી. પરંતુ આ ફિલ્મ વીકેન્ડ સુધી સારા આંકડાને સ્પર્શી શકે છે. શનિવાર અને રવિવારે ઇમરજન્સી કલેક્શન કેટલું વધે છે તે જોવું રસપ્રદ રહેશે.આ પોલિટિકલ-ડ્રામા ફિલ્મમાં કંગના રનૌતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ ભારતમાં 1975 થી 1977 સુધીની કટોકટીની સ્થિતિ અને ઈન્દિરા ગાંધીના રાજકીય સમયગાળા પર આધારિત છે. અગાઉ આ ફિલ્મની રિલીઝ 2-3 વખત મોકૂફ રાખવામાં આવી હતી. સેન્સર બોર્ડ સાથેની મોટી લડાઈ બાદ આખરે ફિલ્મ મોટા પડદા પર આવી ગઈ છે.
આ પણ વાંચો – Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે