બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના બાળકો તૈમુર અને જેહ સાથે લાંબી રજાઓ પર વિદેશ ગયા હતા. તેઓ ઉનાળાના વેકેશન માટે યુરોપ ગયા હતા, ત્યારબાદ હવે આખો પરિવાર ભારત પરત ફર્યો છે.
મુંબઈ એરપોર્ટ પર પટૌડી પરિવાર જોવા મળ્યો
કરીના કરીના કપૂર એ યુરોપમાં વેકેશનના છેલ્લા દિવસની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે તે સોમવારે ભારત પરત ફરશે. જે બાદ આજે કરીના-સૈફ અને તેમના બાળકો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. મુંબઈમાં ઉતરતાની સાથે જ પાપારાઝીઓએ કપલ અને તેમના બાળકોને એરપોર્ટ પર કેદ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન કરીના હંમેશની જેમ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.
એક્ટ્રેસ ઓલ બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સૈફ ગ્રે ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો અને બંને બાળકો સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. એરપોર્ટ પર, સૈફ અલી ખાન અને કરીના કપૂરે પાપારાઝી માટે હસતાં હસતાં પોઝ આપ્યા હતા અને કાર તરફ જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કરીના પુત્ર તૈમૂરનો હાથ પકડીને જોવા મળી હતી, જ્યારે સૈફ અલી ખાન તેના પ્રિય પુત્ર જેહને ખોળામાં પકડીને મસ્તી કરતો જોવા મળ્યો હતો. આખો પરિવાર વેકન મોડમાં જોવા મળે છે.
આ પહેલા કરીનાએ તેના ઉનાળાના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે પિઝા ખાતી અને સૈફ સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. વેકેશનના કારણે આ કપલ 12 થી 14 જુલાઈ દરમિયાન યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા.
આ પણ વાંચો – સન ઑફ સરદાર 2નું શૂટિંગ, સોનાક્ષી સિંહાની જગ્યાએ આ અભિનેત્રી કામ કરશે