વિનેશ ફોગાટ : પેરિસ ઓલિમ્પિક 2024થી ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો છે. ફાઇનલમાં પ્રવેશ કરીને તેણે મેડલ પાક્કો કરી લીધો છે. મંગળવારે તેણીએ મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલીસ ગુઝમેનને 5-0 થી હરાવ્યો હતો. હવે વિનેશની ફાઈનલ બુધવારે 7 ઓગસ્ટના રોજ થશે.
વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ પણ બની છે. તેણે દેશ માટે સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો છે. આ ઉપરાંત તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક પણ છે.29 વર્ષીય કુસ્તીબાજએ ગયા વર્ષે મેટથી ઘણો સમય દૂર વિતાવ્યો હતો, જેણે ભારતના ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ સિંહ શરણ વિરુદ્ધ જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યા પછી તેના વિરોધમાં આગેવાની લીધી હતી. પરંતુ તેણે ઓલિમ્પિકમાં પ્રવેશતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. વિનેશ 50 કિલોગ્રામમાં પ્રથમ વખત પડકારરૂપ છે. પહેલા તે 53 કિગ્રામાં રમતી હતી. વિનેશે ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુક્રેનની ઓસાના લિવાચને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણે આઠમા ક્રમાંકિત કુસ્તીબાજને 7-5થી હરાવ્યો હતો. જ્યારે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેણે ટોચની ક્રમાંકિત જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો
નોંધનીય છે કે પેરિસ ઓલિમ્પિક 2024થી ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો છે. ફાઇનલમાં પ્રવેશ કરીને તેણે મેડલ પાક્કો કરી લીધો છે. મંગળવારે તેણીએ મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલીસ ગુઝમેનને 5-0 થી હરાવી હતી
આ પણ વાંચો- વિનેસ ફોગાટે રોમાંચક મેચમાં 5 વખતના વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને સેમીફાઇનલમાં ધમાકેદાર કરી એન્ટ્રી