ખેડામાં ખેલાશે ત્રિપાંખિયો મહાસંગ્રામ! ભાજપ-કોંગ્રેસ સામે ‘આપ’ મેદાને, તમામ 42 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ જુઓ

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી :

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખેડા જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધો અને રસપ્રદ ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવાની કવાયત તેજ કરી દીધી છે, ત્યારે ખેડાના રાજકારણમાં રોજેરોજ નવા સમીકરણો રચાઈ રહ્યા છે.

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી : ભાજપે 41 બેઠકો પર નામ કર્યા ફાઈનલ, પાલી બેઠક પર સસ્પેન્સ

સત્તાધારી પક્ષ ભાજપે ખેડા જિલ્લા પંચાયતની 42 બેઠકો પૈકી 41 બેઠકો પર પોતાના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જોકે, પાલી જિલ્લા પંચાયત બેઠક પર હજુ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે આ બેઠક પર મોટો રાજકીય પેચ ફસાયો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ભાજપે 41 માંથી મોટાભાગે નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે માત્ર 6 થી 7 જૂના નેતાઓને રિપીટ કર્યા છે.

 

સીટ સીટ નામ અનામત ભાજપ કોંગ્રેસ આપ
1 અલવા સામાન્ય મહિલા રૂપલબેન પટેલ સંગીતાબેન પટેલ
2 અલીણા સામાન્ય મહિલા રીનાબેન રાઓલજી અંજીબાબેન ચૌહાણ
3 આંબલીયારા OBC મહિલા મધુબેન સોલંકી લીલાબેન પરમાર
4 અનારા સામાન્ય મહિલા ઉષાબેન ચૌહાણ સુધાબેન પરમાર સરોજબેન સોઢા
5 અંધાડી સામાન્ય મહિલા કલાવતીબેન પટેલ
6 અંતીસર OBC જગદિશભાઈ રાઠોડ વિનોદ સોલંકી રાઠોડ પરેશકુમાર
7 આંત્રોલી OBC મહિલા નિમિષાબેન ઝાલા મધુબે ઝાલા
8 બારમુવાડા OBC મહિલા રેખાબેન ઝાલા ઉર્મિલાબેન ખાંટ દક્ષાબેન ડાભી
9 બેટાવાડા OBC રૂપાભાઈ પરમાર ઈશ્વર પરમાર નરેશ પંચાલ
10 છીપડી OBC મહિલા સ્મિતાબેન ઝાલા ફાલ્ગુની ઝાલા ઝાલા કોકિલાબેન
11 દેવકી વણસોલ OBC અજીતસિંહ ડાભી
12 ડુણાધરા OBC મહિલા કુસુમબેન પરમાર પ્રતિક્ષા પરમાર
13 હરીયાળા OBC મહિલા હીરાબેન ગોહિલ શિલ્પાબેન વાઘેલા
14 કાલસર OBC લક્ષ્મણસિંહ પરમાર ભુપેન્દ્ર રાઠોડ
15 કનીજ OBC મિતુલ રાઠોડ
16 કુંણી SC પંકજભાઈ રાઠોડ હાર્દિક પરમાર
17 લસુંન્દ્રા સામાન્ય મહિલા જ્યોતિકાબેન રાઠોડ રાધાબેન પરમાર
18 લેટર SC મહિલા જીગીશાબેન પરમાર ભીખીબેન પરમાર
19 લીંબાસી સામાન્ય મહિલા શારદાબેન મકવાણા ઉર્મિલાબેન સોલંકી
20 મહીજ ST હિતેશકુમાર તડવી
21 માંકવા સામાન્ય મહિલા કાંતાબેન ચૌહાણ પ્રેમિલાબેન ચૌહાણ
22 મરીડા સામાન્ય મહિલા રીટાબેન રાવલજી
23 માસરા સામાન્ય મહિલા સવિતાબેન પરમાર રમીલાબેન જાદવ શાંતાબેન સોલંકી
24 માતર સામાન્ય મહિલા જયાબેન પરમાર રેશમાબેન પરમાર
25 મોહજ સામાન્ય રમણભાઈ ચૌહાણ જુવાનસિંહ ચૌહાણ જિતેન્દ્રકુમાર ચૌહાણ
26 પાલી સામાન્ય પ્રેરકકુમાર પટેલ રાજેશભાઈ પરમાર ઈશ્વરભાઈ પરમાર
27 પીજ સામાન્ય મહેન્દ્રભાઈ સોલંકી રતિલાલ ચૌહાણ પટેલ કિશનકુમાર
28 પીપળાતા સામાન્ય પ્રફુલ્લભાઈ પરમાર માધાતાસિંહજી વાઘેલા
29 પીપળવાડા સામાન્ય મહિલા લક્ષ્મીબેન રાઠોડ ઉષાબેન રાઠોડ લલીતાબેન રાઠોડ
30 પીઠાઈ સામાન્ય તખાભાઈ ડાભી મહેશભાઈ ડાભી લક્ષ્મણસિંહ ડાભી
31 રઢુ સામાન્ય મહિલા ચેતનાબેન રાજપુત
32 રાણીયા સામાન્ય નાગપાલસિંહ ઠાકોર અનોપસિંહ ચાવડા રાજેન્દ્રસિંહ ચાવડા
33 રવાદાપત સામાન્ય અજપાલસિંહ સોલંકી વિજયસિંહ સોલંકી ડાભી હર્ષ
34 રુદણ સામાન્ય વિકાસકુમાર પટેલ ભરતભાઈ પરમાર
35 સલુણ તળપદ સામાન્ય મનિષાબેન પરમાર ઈશ્વરભાઈ સોઢા
36 સંધાણા સામાન્ય રાજેશભાઈ પટેલ ગુલરેજ અહેમદ સૈયદ
37 સીંજીવાડા સામાન્ય શક્તાભાઈ મકવાણા કલ્પેશ પરમાર સુનીલ રાઠોડ
38 સોડપુર સામાન્ય પ્રવિણસિંહ સોઢા પરમાર દિલિપસિંહ સોઢા
39 ઉંદરા સામાન્ય ગૌતમસિંહ ચૌહાણ દિલીપ બારૈયા
40 વડતાલ સામાન્ય મહિલા દિપાલીબેન પટેલ
41 વડથલ સામાન્ય લાલસિંહ સોઢા જયંતિ રાઠોડ કમલેશ પટેલ
42 વસો સામાન્ય મહિલા ભાવનાબેન પટેલ અનુબેન સોલંકી

ગળતેશ્વરમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, તો કઠલાલમાં કોંગ્રેસનો વળતો પ્રહાર

ભાજપે આ ચૂંટણીમાં મોટો દાવ રમતા ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ ઈશ્વરસિંહને ટિકિટ આપીને વિપક્ષના સમીકરણો ખોરવવાનો પ્રયાસ કર્યો છે.

પરંતુ બીજી તરફ, કોંગ્રેસે કઠલાલમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા અને યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભીએ ટિકિટની નારાજગીના કારણે 200 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો ખેસ પહેરી લેતા સ્થાનિક ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે.આ વખતની ચૂંટણીમાં AAP પણ પૂરી તાકાતથી મેદાને હોવાથી, ગ્રામ્ય વિસ્તારોના મતદારો કોના પર કળશ ઢોળે છે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે.

 

આ પણ વાંચો:  ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *