ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

mehmadabad Congress Defection

mehmadabad Congress Defection : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢ ગણાતા મહેમદાવાદમાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે કોંગ્રેસનું સ્થાનિક સંગઠન સાવ નબળું પડી ગયું છે.

mehmadabad Congress Defection : તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખે પકડ્યો કમળનો સાથ

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓ પોતાના સમર્થકો સાથે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. ચૂંટણી ટાણે જ સંગઠનના આટલા મોટા હોદ્દેદારનો પક્ષપલટો કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે.

રુદણ બેઠક પર ઉમેદવારના પરિવારમાં જ ભંગાણ

કોંગ્રેસની મુશ્કેલીઓ માત્ર સંગઠન પૂરતી સીમિત નથી રહી. મહેમદાવાદની રુદણ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, તેમના સગા ભત્રીજાએ પણ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ઉમેદવારના જ પરિવારમાંથી ગાબડું પડતા રુદણ બેઠક પર હવે કોંગ્રેસનું પલડું નબળું પડી ગયું હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે.

ધારાસભ્ય પંકજ દેસાઈ અને નયનાબેન પટેલે કરાવ્યો પ્રવેશ

કોંગ્રેસમાંથી આવેલા આ તમામ આગેવાનોનો ભાજપમાં પ્રવેશ સમારોહ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના હસ્તે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.ચૂંટણીના બરાબર સમયે જ મહેમદાવાદ કોંગ્રેસમાં પડેલા આ ભંગાણને કારણે સ્થાનિક કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે, જ્યારે બીજી તરફ ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *