ખ્યાતિ હોસ્પિટલે- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા છે. 12 નવેમ્બરના રોજ, આ ઘટનાના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે. હોસ્પિટલએ ભૂતકાળમાં PMJAY યોજના હેઠળ 13 આરોગ્યના કેમ્પ યોજાયો હતા, જેમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં આ બંને દર્દીઓની પહેલતી તપાસ કરવામાં આવી હતી.
ખ્યાતિ હોસ્પિટલે – નોંધનીય છે કે 12 નવેમ્બરના રોજ બે દર્દીઓના મૃત્યુ બાદ હોસ્પિટલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા હતા. કડી નજીકના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ દરમિયાન બંનેની પ્રથમ તપાસ કરવામાં આવી હતી
કેસની ગંભીરતા અને વિસ્તૃત તપાસને ધ્યાનમાં રાખતા, શહેરના પોલીસ કમિશનરે આ કેસને ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી છે. ક્રાઈમ બ્રાંચે સરકાર દ્વારા નિમણૂક કરેલ તબીબોની ટીમ સાથે મળીને સઘન તપાસ શરુ કરી છે. તપાસ દરમિયાન એન્જિયોગ્રાફી સાથે સંકળાયેલા બે કોમ્પ્યુટરો, જેમાં ડેટા અને દર્દીઓના રેકોર્ડ હાજર હતા, તે પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાંચની ટીમને જાણવા મળ્યું હતુ કે, હોસ્પિટલ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં જ મહેસાણા તેમજ આસપાસના જિલ્લાના 13 ગામમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા. કેમ્પમાં આવતા લોકોમાંથી જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેવા લોકોને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે પકવાન ચાર રસ્તા પાસેની હોસ્પિટલે લાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમની સર્જરી કરીને પૈસા સરકાર પાસેથી લેવામાં આવતા હતા.
આ આખું કૌભાંડ હોસ્પિટલના ડિરેકટર ચિરાગ રાજપૂત ચલાવતો હતો. જ્યારે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં અને પેશન્ટને સર્જરી માટે લાવવામાં હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલની સંડોવણી મળી આવતા બંનેના આરોપી તરીકે નામ ઉમેરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરોએ ખોલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી