વડોદરામાં તળાવ ફાટ્યું : ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિભારે વરસાદના લીધે તળાવ ફાટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત મૂશળધાર વરસાદ પડતો હોવાથી(વડોદરામાં તળાવ ફાટ્યું ) વડોદરના દશરથ ગામનું મલાઇ તળાવ ફાટ્યાના સમાચાર સામે આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગામમાં તળાવ ફાટતા 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ યુદ્વના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. ફાયરની ટીમ બોટની મદદથી 30 જેટલા લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડ્યા છે. અતિભારે વરસાદના લીધે દશરથ ગામનું તળાવ ફાટતા લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ગભરાઇ ગયા હતા. તળાવની પાસે રહેતા લોકો ફસાઇ ગયા હતા. હાલ બચાવ કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે. પ્રશાસન હાલ ઘટનાસ્થળે પહોંચીને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત અતિભારે વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં હજુપણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આ પણ વાંચો-રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો 100ને પાર, આ રોગથી અત્યાર સુધી 38 દર્દીઓના મોત