Manmohan Singh – પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે વહેલી સવારે 3 મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદી, રાહુલ ગાંધી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અન્ય નેતાઓ અને સંબંધીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પણ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્ય સન્માન અને શીખ પરંપરાઓ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Manmohan Singh – પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે દિલ્હીના નિગમ બોધ ઘાટ પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનું સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે, જેના માટે સરકારે સંમતિ આપી છે. આ માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – Manmohan Singh Passes Away: યુગનો અંત: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન, દેશે ગુમાવ્યું ‘અનમોલ રત્ન’