ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) આગામી શૈક્ષણિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જે ખાસ કરીને ગિફ્ટ સિટી અને તેની આસપાસ ઊભી થતી ફાઈનાન્શિયલ ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન થયો છે. ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો ભાગ બનતા GTU યુવાનોને વૈશ્વિક કંપનીઓમાં કામ કરવાની તક આપશે.
માઇક્રોન ટેક્નોલોજી સાથે GTUએ ભાગીદારીમાં ધોલેરા SIR માટે ખાસ કોર્સ તૈયાર કર્યો છે, જ્યાં યુવાનોને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પોતાની કારકિર્દી બાંધવાની તક મળશે. માઇક્રોન GTUના પ્રોફેસરોને ટ્રેન કરશે, જેથી ગુજરાતના યુવાનો માટે ટેક્નોલોજીના દિશામાં નવી તકો ઊભી થાય.GTUના ‘શ્યામા પ્રસાદ મુખરજી સેન્ટર’ દ્વારા યુવાનો માટે સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લાવવામાં આવ્યા છે, જે ક્ષેત્રની નોકરીની તકોમાં વધઘટ દૂર કરશે. આમાં ધો-10 પાસ યુવાનો માટે ટોયોટા સાથે 3 વર્ષના ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સનો સમાવેશ થાય છે, જ્યાં અભ્યાસ સાથે નોકરીની તક મળશે.
ધોલેરા SIR
ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવાનું ધોલેરા SIR હવે ગ્લોબલ સેમિકન્ડક્ટરનું હબ બનશે. અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, મેટ્રો કનેક્ટિવિટી, અને વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક જેવા પ્રોજેક્ટ્સનું નિર્માણ થશે.આ પ્રોજેક્ટ્સ સાથે GTU ગુજરાતના યુવાનોને વૈશ્વિક માળખા અને રોજગારીના ઉત્તમ માળખું પૂરૂ પાડવા દિશામાં મોટું યોગદાન આપશે.
નોંધનીય છે કે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) આગામી શૈક્ષણિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જે ખાસ કરીને ગિફ્ટ સિટી અને તેની આસપાસ ઊભી થતી ફાઈનાન્શિયલ ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન થયો છે. ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો ભાગ બનતા GTU યુવાનોને વૈશ્વિક કંપનીઓમાં કામ કરવાની તક આપશે
આ પણ વાંચો- ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક ઠેકાણા પર IT વિભાગના દરોડા