HEAVY RAIN ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
ઉલ્લેખનીય છે ( HEAVY RAIN ) કે સાંતલપુરમાં 63 મિ.મી., માંડવી (કચ્છ)માં 59 મિ.મી., લાખણીમાં 59 મિ.મી., રાધનપુરમાં 52 મિ.મી., ભચાઉમાં 41 મિ.મી., ખેડામાં 39 મિ.મી, બેચરાજી અને કાલાવડમાં 36-36 મિ.મી. અને પાટણના સમીમાં 35 મિ.મી. વરસાદ નોંધાયાના સમાચાર સામે આવ્યા છે. આજે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 48 મિ.મી. વરસાદ કચ્છ જિલ્લાના અબડાસામાં નોંધાયો છે. આ સિવાય લખપતમાં 16, કપરાડામાં 14 અને સુરતના ઉમરપાડામાં 10 મિ.મી વરસાદ પડ્યો છે.
મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો . સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જોકે, સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં બે વાગ્યા 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના અબડાસામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના ભાભરમાં પણ બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો
આ પણ વાંચો – મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર બની પ્રથમ ભારતીય