rain in Tankara ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
rain in Tankara નોંધનીય છે કે ટંકારા અને મોરવા (હડફ)માં સાડા 13 ઈંચથી વધુ, નડિયાદમાં 12.8 ઈંચ, બોરસદમાં 12.5 ઈંચ, વડોદરામાં 12.5 ઈંચ, આણંદમાં 12.3 ઈંચ, પાદરામાં 12.3 ઈંચ, ખંભાતમાં 12.1 ઈંચ, ગોધરામાં 12 ઈંચ, તારાપુરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ટંકારામાં સૌથી વધુ 13.88 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પંચમહાલના મોરવા હડફમાં 13.84 ઇંચ, ખેડાના નડિયાદમાં 13.08 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મોરબીના વાંકાનેર, આણંદના તારાપુર, ગોધરા, ખંભાત, પાદરા, આણંદ, વડોદરા, બોરસદમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં 9.16 ઇંચ, સુરતમાં 29 mm એટલે કે એક ઇંચથી થોડો વધારે વરસાદ નોંધાયો છે. વડોદરામાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગઈકાલે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રખાઇ,નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે