Deputy Mamlatdar exam postponed ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી તેને મોકૂફ કરવામાં આવી છે.
Deputy Mamlatdar exam postponed નોંધનીય છે કે GPSC દ્વારા લેવામાં આવતી નાયમ મામલતદાર (DYSO)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 28 ઓગસ્ટથી પરીક્ષા શરૂ થવાની હતી. સમગ્ર રાજ્યભરમાં અતિશય વરસાદ ચાલતો હોવાથી અને આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરી માં મુશ્કેલી ન પડે તે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઇટ પર તારીખ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 29 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના 243 જેટલા તાલુકા વરસાદથી તરબોળ થઈ ગયા છે. જે પૈકી 5 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા સરકાર સતર્ક થઈ ગઈ છે. પૂરની સ્થિતિને લઈને નાગરિકો માટે સરકાર દ્વારા ગાઈડલાઈનજાહેર કરવામાં આવી છે.ગુજરાતમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે.
આ પણ વાંચો- રાજ્યમાં અતિભારે વરસાદના લીધે સરકારે જાહેર કરી ગાઇડલાઇન