મહેમદાવાદ આરોગ્ય કર્મચારી સહકારી મંડળી દ્વારા સાંઈ ફાર્મમાં ભવ્ય ગરબા અને સાધારણ સભા યોજાઈ

મહેમદાવાદ

મહેમદાવાદ તાલુકા આરોગ્ય કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમ અને સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેમદાવાદ ખાતે આવેલ સાંઈ ફાર્મ માં યોજાયો હતો અને તેનું સફળતાપૂર્વક સંચાલન ભાવેશ રાલ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાવેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સોસાયટીના માળખાકીય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચેરમેનશ્રી પ્રદિપસિંહ ડાભી, વા. ચેરમેન ભગવતસિંહ ગઢવી, સેક્રેટરી શ્રી શૈલેષભાઈ પરમાર, ટ્રેઝરર શ્રી રણજીતસિંહ ચૌહાણ અને મહેમદાવાદ તાલુકાના આરોગ્ય મહામંડળના પ્રમુખ  પ્રવિણસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે ભાવેશભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓની સહકારી સોસાયટીના 70થી વધુ સભાસદોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સભાસદોએ નવરાત્રીના પર્વ નિમિત્તે મા અંબાની પુજા-અર્ચના કરી, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમા ગરબા રમાયા હતા.

આ મંડળીની પ્રગતિ વિશે વાત કરતાં, મહેમદાવાદ આરોગ્ય વિભાગની આ સહકારી મંડળી માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં જ આર્થિક રીતે પગભર બની છે. સોસાયટી દ્વારા કર્મચારીઓને સરળતાથી બચત સાથે લોન ની સુવિધા પણ ઉપલબ્ધ કરાય છે. આ મંડળીનો મુખ્ય ઉદ્દેશ ‘સહકાર થકી વિકાસની ભાવના’ ને સુદ્રઢ બનાવવાનો રહ્યો છે.

કાર્યક્રમના અંતે, સોસાયટીના ચેરમેન અને કારોબારી સભ્યોએ સભ્યોનો નિરંતર સાથ અને સહકાર મળવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ, શ્રી ભાવેશભાઈ રાવલે સાંઈ ફાર્મમાં સંપૂર્ણ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ તમામ આરોગ્ય કર્મચારીઓ વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

આ પણ વાંચો:   ભારતમાં Skoda Octavia RS 100 યુનિટ સાથે કરશે લોન્ચ, 6 ઓક્ટોબરથી શરૂ થશે બુકિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *