નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ઉજવણી

krishna janmashtami

krishna janmashtami  દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ પોતાના કૃષ્ણ કન્હૈયાની એક ઝલક મેળવવા માટે તલપાપડ જણાય છે. મથુરાથી લઈને દ્વારકા સુધી કૃષ્ણભક્તો આનંદથી નાચી રહ્યા છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ભક્તોની ભારે ભીડ છે. મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં પહોંચ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે.

krishna janmashtami ઉત્તર પ્રદેશના મથુરાથી લઈને ગુજરાતના દ્વારકા સુધીના મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. સવારે મંગળા આરતી સાથે કૃષ્ણ જન્મજયંતિના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. મુખ્ય કૃષ્ણ મંદિરો ઉપરાંત અન્ય મંદિરોમાં પણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ નંદલાલાની જન્મજયંતિ નિમિત્તે સર્વત્ર આનંદ છવાયો હતો.

આજે 27 ઓગસ્ટના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના કારણે જ કંસ, જરાસંધ, કલયવન જેવા રાક્ષસોનો વધ થયો હતો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. આમ ભગવાને અધર્મનો નાશ કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો –  શ્રાવણ મહિનામાં આ 4 ફળ ખાવાથી તબિયત બગડે છે, તેનું સેવન ક્યારેય ન કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *