આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ આયુષ્માન ભારત યોજના દેશના લોકોને સાર્વત્રિક સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. હવે આ સ્કીમને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. જેથી કરીને લોકોને આ યોજનાનો લાભ લેતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમનું કામ સરળ બને, તેથી હવે ગૂગલના સહયોગથી એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી લોકો ગૂગલ પર જ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ મેળવી શકે.આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના લાભો મેળવવા માટે લોકોના હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે. ટૂંક સમયમાં જ આ હેલ્થ કાર્ડ્સ ગૂગલ વોલેટ પર ઉપલબ્ધ થશે આનાથી સામાન્ય લોકોને ઘણા ફાયદા થશે.
આયુષ્માન ભારત હેલ્થકાર્ડ 2025થી ગૂગલ વોલેટ પર ઉપલબ્ધ થશે
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે આયુષ્માન ભારત હેલ્થકાર્ડ (ABHA ID) 2025 થી Google Wallet પર ઉપલબ્ધ થશે. આ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)નો એક ભાગ છે જે આયુષ્માન ભારત યોજનાના લાભો લોકોને ડિજિટલી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે. આ મિશનની દેખરેખ રાખતી નેશનલ હેલ્થ ઓથોરિટીએ ગૂગલ સાથે મળીને કામ કર્યું છે. આના કારણે આ સ્કીમ સંબંધિત હેલ્થ કાર્ડ લોકોને ડિજિટલ ફોર્મેટમાં માત્ર ગૂગલ વોલેટ પર જ ઉપલબ્ધ થશે. તેનાથી લોકો સુધી આ યોજનાનો લાભ ઝડપથી પહોંચવામાં મદદ મળશે.
તેમની સ્વાસ્થ્ય વિગતોને સુરક્ષિત રાખવા માટે, વપરાશકર્તાઓ તેમના ફોનને ફિંગરપ્રિન્ટ, પિન અથવા પાસકોડ વડે સુરક્ષિત કરી શકશે. ABHA ID કાર્ડ નંબર તમારા સ્વાસ્થ્યના રેકોર્ડને જાળવે છે. તે દેશમાં ડિજિટલ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.આયુષ્માન ભારત યોજના મુખ્યત્વે ગામડાઓ અને ગરીબ લોકોમાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટે લાવવામાં આવી છે. આ વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજના છે. આ યોજના દ્વારા, ભારતમાં પાત્ર પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. આ વીમાની મદદથી તમે હોસ્પિટલમાં સારવાર મેળવી શકો છો. આમાં ઘણા ગંભીર રોગોની સારવારનો સમાવેશ થાય છે.કેન્દ્રીય કેબિનેટે સપ્ટેમ્બરમાં આ યોજનાને લંબાવી હતી. હવે આ યોજના હેઠળ દેશના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને વીમા કવચ મળશે.
આ પણ વાંચો – ઈરાનમાં ઝેરી દારૂ પીવાથી 26ના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ