ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ પર ફરી હુમલો કરવામાં આવશે,
આયાતુલ્લા અલી ખમેની એ કહ્યું, દુશ્મનની નીતિ ભાગલા પાડો અને રાજ કરો. તેઓએ આ નીતિઓને મુસ્લિમ દેશોમાં અલગ-અલગ રીતે લાગુ કરી, પરંતુ આજે દેશ જાગી ગયો છે. આજે એ દિવસ છે જ્યારે તમે ઇસ્લામ અને મુસ્લિમોના દુશ્મનોની આ યુક્તિને પાર કરી શકશો. મુસ્લિમોએ હવે બેદરકાર ન રહેવું જોઈએ. આપણે અફઘાનિસ્તાનથી યમન સુધીના તમામ ઈસ્લામિક દેશોમાં સંરક્ષણ અને સ્વતંત્રતાનો પટ્ટો બાંધવો જોઈએ.
આયાતુલ્લા ખમેનીએ કહ્યું કે ઈરાનનો દુશ્મન પેલેસ્ટાઈન, લેબેનોન, ઈરાક, ઈજીપ્ત, સીરિયા અને યમનનો દુશ્મન છે. દુશ્મન દરેક જગ્યાએ ચોક્કસ રીતે કામ કરે છે, પરંતુ ઓપરેશન રૂમ એક જ છે અને તેઓ ત્યાંથી ઓર્ડર લે છે. જો દુશ્મન એક દેશમાંથી મુક્ત થાય છે, તો તે બીજા દેશમાં જશે.
નોંધનીય છે કે ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ પર ફરી હુમલો કરવામાં આવશે, આ મામલે હવે આરપારની લડાઇ જોવાઇ રહી છે.
આ પણ વાંચો- સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં