ઈરાનમાં ઝેરી દારૂ પીવાથી 26ના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

ઈરાનમાં મિથેનોલ યુક્ત ઝેરી આલ્કોહોલિક પીણા પીવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. સત્તાવાર IRNA સમાચાર એજન્સીએ બુધવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે ઝેરી મિથેનોલના સંપર્કમાં આવવાને કારણે ઉત્તરી પ્રાંત મઝાનદારન અને ગિલાન અને પશ્ચિમ પ્રાંત હમાદાનના વિવિધ શહેરો અને નગરોમાં પુરુષો અને સ્ત્રીઓના મૃત્યુ થયા છે. IRNAએ જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીધા બાદ સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રિપોર્ટમાં આલ્કોહોલિક પીણાંનો સ્ત્રોત સ્પષ્ટ થયો ન હતો.

ઈરાનમાં મૃત્યુઆંક વધ્યો છે
1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ સત્તામાં આવ્યા ત્યારથી ઇરાનમાં સામાન્ય રીતે દારૂના સેવન પર પ્રતિબંધ છે. ઘણા ઈરાનીઓ બુટલેગરો પાસેથી દારૂ ખરીદે છે. કેટલાક લોકો અંગત વપરાશ માટે ઘરે પણ દારૂ બનાવે છે. તાજેતરના વર્ષોમાં ઈરાનમાં આલ્કોહોલના સેવનથી થતા મૃત્યુમાં ઘણો વધારો થયો છે.

 આ પણ જાણો
ગયા વર્ષે 2023 માં, ઓક્ટોબર મહિનાની આસપાસ, ઈરાનમાં લગભગ 300 લોકો ઝેરી દારૂના કારણે ગંભીર રીતે બીમાર થયા હતા. તે જ સમયે, 40 લોકો મૃત્યુ પામ્યા હતા. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે દારૂ પર પ્રતિબંધ હોવા છતાં તેની અસર જમીની સ્તર પર દેખાતી નથી. 2020 માં, દેશમાં ઝેરી દારૂના કારણે 700 થી વધુ લોકોના મોત થયા હતા.

નોંધનીય છે કે ઈરાનમાં મિથેનોલ યુક્ત ઝેરી આલ્કોહોલિક પીણા પીવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. સત્તાવાર IRNA સમાચાર એજન્સીએ બુધવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે ઝેરી મિથેનોલના સંપર્કમાં આવવાને કારણે ઉત્તરી પ્રાંત મઝાનદારન અને ગિલાન અને પશ્ચિમ પ્રાંત હમાદાનના વિવિધ શહેરો અને નગરોમાં પુરુષો અને સ્ત્રીઓના મૃત્યુ થયા છે. IRNAએ જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીધા બાદ સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રિપોર્ટમાં આલ્કોહોલિક પીણાંનો સ્ત્રોત સ્પષ્ટ થયો ન હતો.

 

આ પણ વાંચો –  ઇરાકમાં જન્મેલા 100થી વધુ જન્મેલા નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *