હર ઘર તિરંગા: ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, ભારતના સ્વાતંત્ર્ય દિનને એક જ દિવસ બાકી છે. દેશભરમાં હર ઘર તિરંગાને લઇને ઉજવણી કરવામાં આવી રહી છે. હવે તમે તિરંગો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો એ પણ ઘર બેઠા માત્ર 25 રુપિયામાં, તો આજે જ મંગાવી લો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં “હર ઘર તિરંગા” ની ઉજવણી કરવામમાં આવી રહી છે ત્યારે આ વર્ષે ભારતીય પોસ્ટ ઓફિસે પણ વિશેષ પગલું ભર્યું છે. તમે આ અભિયાનમાં ભાગ લેવા માંગતા હો, તો હવે તમારે પોસ્ટ ઓફિસ સુધી જવાની પણ જરૂર નથી. માત્ર 25 રૂપિયામાં તમે તિરંગો ઓનલાઇન ઓર્ડર કરી શકો છો, અને તે આપના ઘરની દરવાજા સુધી પહોંચાડવામાં આવશે. હા, આ માટે તમને કોઈ પણ પ્રકારના ડિલિવરી ચાર્જ ભરવા પડશે નહીં.
તિરંગો ઓર્ડર કરવાની સરળ રીત
જો તમે ઘર બેઠા જ તિરંગો ઓર્ડર કરો આ રીતે
1. સૌથી પહેલા epostoffice.gov.in પર જાઓ.
2. વેબસાઇટ પર “ઓપન પ્રોડક્ટ્સ” વિભાગમાં જાઓ.
3. ત્યાં તમને પ્રથમ પ્રોડક્ટ તરીકે ભારતના તિરંગાનો વિકલ્પ મળશે.
4. આ વિકલ્પ પર ક્લિક કરીને તેને કાર્ટમાં ઉમેરો.
5. તમારે પહેલા તમારું એકાઉન્ટ રજિસ્ટર કરવું પડશે, અથવા તમે ગેસ્ટ તરીકે પણ લોગિન કરી શકો છો.
6. ત્યારબાદ તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
7. તમને OTP મળશે, જે દાખલ કરીને નવો વિંડો ખૂલે છે.
8. આ વિંડોમાં તમારું નામ, સરનામું અને ઇમેઇલ આઇડી દાખલ કરો.
9. ચુકવણી કર્યા પછી, તમારો તિરંગો 15મી ઓગસ્ટ પહેલાં તમારા ઘરમાં પહોંચી જશે.
આ પણ વાંચો- બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો