
કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતા 9 મજૂર માટીની ભેખડમાં દટાઈ ગયા. તેમાં 6 મજૂરનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ તહેનાત છે. DDO ડો. હસરત જાસ્મિન, SP ડૉ. તરુણ દુગ્ગલ, અને…