ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, અને પરિણામો સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અનેક સ્થળો પર વિવાદ અને ઝઘડાના બનાવો બન્યા છે. મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા.
નોંધનીય છે કે મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છે. જેના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 2 લોકોની અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ અટકાયત કરીને હાલ પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ હાલ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.