પોરબંદર પાસેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, બે ઈરાની નાગરિકોની ધરપકડ

Drug Seizure Porbandar

Drug Seizure Porbandar : ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશનમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાના એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

Drug Seizure Porbandar : સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા

ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મધ્યરાત્રિએ અરબી સમુદ્રમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતી એક બોટને આંતરીને તેની તપાસ કરતા તેમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના આ જથ્થાને જપ્ત કરી સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.

બે ઈરાની પેડલર્સની ધરપકડ

આ સફળ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા બે ઈરાની ડ્રગ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના કિનારે ઉતારવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને ભારતમાં કોને આ માલ પહોંચાડવાનો હતો તે અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.

તપાસનો ધમધમાટ

જપ્ત કરવામાં આવેલો ડ્રગ્સનો આ જંગી જથ્થો આજે પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે. હાલમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીઓની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન ફરી એકવાર સાબિત કરે છે કે ગુજરાતનો દરિયાકાંઠો નશાના સોદાગરો માટે સુરક્ષા એજન્સીઓના અભેદ કિલ્લા સમાન છે.

આ પણ વાંચો: GUJARAT BJP: ગુજરાત પ્રદેશ બાદ હવે જિલ્લા અને શહેરના હોદ્દેદારોની નિમણૂક, જૂનાગઢ-દાહોદ-આણંદમાં નવા ચહેરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *