મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહેમદાવાદના સ્ટેશન રોડ પર ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજા હોલનનું લોકાપર્ણ થતા મહેમદાવાદની પ્રજામાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી.
નોંધનીય છે કે પૂજ્ય રવિશંકર મહારાજા હોલ 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. અઘતન સુવિધા સાથે આ હોલ સજજ જોવા મળે છે. ત્રણ માળનો ભવ્ય હોલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અનેક સુવિધાઓ છે. ગ્રાઉન્ડ ફલોર પર 1200 લોકો બેસી શકે તેવી ક્ષમતાનો હોલ તૈયાર કરાયો છે. આ સાથે રસોડું પણ સામેલ છે. આ ઉપરાંત બીજા માળે એસી પુસ્તકાલય પણ તૈયાર કરાઇ છે. આ ઉપરાંત ત્રીજા માળે સેન્ટ્રલ એસી સાથે અઘતન ઓડિટોરિયમ હોલ આવેલું છે. હોલની બહાર પાર્કિગની સુવિધા પણ છે.
ઉલ્લેખનીય છે કે આ હોલ નિર્માણ કરવાની માંહ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કરી હતી, આ હોલનું નામ ગુજરાત ચળવળના પ્રણેતા સરસવણીના પૂજ્ય રવિશંકર મહારાજના નામ પર રાખવામાં આવ્યું છે. આ લોકાપર્ણમાં ખેડાના સાંસદ દેવું સિંહ ચૌહાણ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિંહ ચૈાહાણ સહિત અનેક મહાનુભાવો અને મહેમદાવાદના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો – ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર