જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને અમવા ની ટીમ ને અભિનંદન આપતા, આવા સેન્ટર ઠેર ઠેર ખુલે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વેજલપુર એસેમ્બ્લી નાં ધારાસભ્ય અમિત ઠાકર નાં ધર્મપત્ની શ્રીમતિ હેમલ ઠાકરે અમવા વેલનેસ સેન્ટર ને શુભેચ્છાઓ પાઠવતા, દરેક પ્રકાર ની મદદ ની ખાત્રી આપી હતી.કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી ઝાકીરાબેન કાદરી દ્વારા કરવામાં કરવામાં આવી. સંસ્થાનો પરિચય મહમદ શરીફ દેસાઈ સાહેબે(પ્રમુખ, ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ) આપ્યો.
આ કાર્યક્રમ માં નોંધપાત્ર બાબત એ રહી કે સુ શ્રી રૂઝાન ખંભાતાનાં નિડર વ્યક્તિત્વ અને તેમની લિંગભેદ, જાતી કે ધાર્મિક ભેદભાવ, અમીરી- ગરીબી નાં ભેદભાવ…કોઈ પણ પ્રકાર નાં ભેદભાવ વિનાની તેમની નિડર મહિલા સશક્તીકરણ નાં કાર્ય ને બિરદાવતા અમવા તરફ થી તેમને ,’ Gujarat’s lioness award ‘ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમવાના ડિરેક્ટર ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ સૌ મહેમાનોનો પરિચય આપ્યો હતો.કાર્યક્રમમાં અમવા વેલનેસ સેન્ટર ના નિષ્ણાત ડોક્ટર નાઝનીન રાણાએ અમવા વેલનેસ સેન્ટરના મશીનો જેવાકે કાંસા મસાન્જર, કોમપોનિયો મશીન વગેરેની માહિતી,તેની ઉપયોગિતા તથા વેલનેસ સારવારની વિશદ છણાવટ કરી હતી.
અન્ય મુખ્ય મહેમાન ડોક્ટર શશાંકભાઈ ગાંધી (ઓર્થોપેડિક સર્જન),જનાબ અસરારબેગ મીરઝા(મ્યુનિસિપલકાઉન્સિલર),જનાબ રાધનપુરા સાહેબ(પ્રમુખ, સિનિયરસિટીઝન), જનાબ સુમીન ભિસ્તી(યુવા સામાજિક કાર્યકર અને કોન્ટ્રાકટર),જનાબ અલારખા મન્સૂરી,જનાબા સનોબર પઠાણ વગેરેએ પ્રાસંગિક શુભેચ્છાઓ પાઠવી હતી.
તમામ મહેમાનોનું અમવા ટીમ દ્વારા શાલ, પુસ્તકો તથા મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. સંસ્થાના ટ્રસ્ટી ગુલીસ્તાબેન કાદરીએ ખૂબ જ સુંદર રીતે આખા કાર્યક્રમનું રસપ્રદ એન્કરિંગ કર્યું હતું. કાર્યક્રમને અંમવાની ટીમ જનાબા ઝાકેરા કાદરી, રીઝવાના કુરેશી, સુહાના દેસાઈ, ઝુબેદા ચોપડા, માહેનુર સૈયદ, બુશરા, હુરબાનું તથા સુમીનભાઈ કોન્ટ્રાક્ટર બધાએ એક મજબૂત ટીમની જેમ કામ કરી વધુ સફળ બનાવ્યો. શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વેલનેસ સેન્ટરમાં ફ્રી સારવાર પણ મેળવી હતી. કાર્યક્રમ ને અંતે અલ્પાહાર અને આઈસ્ક્રીમ ની લિજ્જત માણી સૌ છુટા પડ્યા હતા.