વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા સાથે નિકળી રેલી, જુઓ વીડિયો

ત્રિરંગા રેલી:  સ્વતંત્રતા દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તિરંગાની સાથે વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે
‘હર ઘર તિરંગા’ અભિયાનની ત્રીજી આવૃત્તિ 9 થી 15 ઓગસ્ટ સુધી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઉજવવામાં આવી રહી છે. આ સંદર્ભે વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પરથી રેલી કાઢવામાં આવી હતી.

રેલવે પુલની ઊંચાઈ 359 મીટર
ચેનાબ રેલ્વે બ્રિજની ઊંચાઈ નદીના સ્તરથી 359 મીટર છે. આ પુલ કોંકણ રેલવે અને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. આ ટ્રેન 7 સ્ટેશનો થઈને બારામુલા પહોંચશે.

ઉધમપુરથી બારામુલા સુધીની રેલ લાઇન
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી બારામુલા સુધી રેલવે લાઇન તૈયાર કરવામાં આવી રહી છે. જેને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ રેલ લિંકના નિર્માણ સાથે, કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે સીધી રેલ જોડાણ હશે. તેની કુલ લંબાઈ લગભગ 272 કિલોમીટર છે.

વિશ્વના સૌથી ઊંચા રેલ પુલની વિશેષતા
આ પુલ 1.3 કિલોમીટર લાંબો છે
785 મીટરનો ભાગ ચિનાબ ખીણ પર બાંધવામાં આવ્યો છે
બ્રિજમાં કુલ 18 પિલર છે
આ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે
બ્રિજમાં 27000 ટનથી વધુ સ્ટીલનો વપરાશ થયો હતો

આ પણ વાંચો-   ભારતના રાષ્ટ્રગીતનો ઇતિહાસ જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *