BCCIએ ટીમ ઈન્ડિયાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો, બાંગ્લાદેશ સામે બદલ્યું સ્થળ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ( BCCI)  મંગળવારે  આગામી સ્થાનિક સિઝન 2024-25 માટે ટીમ ઈન્ડિયા (સિનિયર મેન્સ)નું અપડેટ શેડ્યૂલ જાહેર કર્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબર 2024ના રોજ ધર્મશાલામાં યોજાવાની હતી. હવે તે ગ્વાલિયરમાં રહેશે. કારણ કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમમાં અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેસ્ટ શ્રેણીની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

 

 

(BCCI) ટીમ ઈન્ડિયા આવતા મહિને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં ટકરાશે. આ શ્રેણી ભારતમાં આયોજિત કરવામાં આવશે. બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે. તો બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે. આ પછી ભારતીય ટીમ T20 સિરીઝ રમશે. પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાશે, બીજી T20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં, ત્રીજી T20 મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે

બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ટી20 મેચનું સ્થળ પણ બદલ્યું છે. પ્રથમ T20 મેચ ચેન્નાઈમાં રમાવાની હતી. પરંતુ કોલકાતા હવે પ્રથમ T20 મેચની યજમાની કરશે. પ્રથમ મેચ 22 જાન્યુઆરી 2025ના રોજ રમાશે. બીજી T20 મેચ 25, ત્રીજી T20 મેચ 28, ચોથી T20 મેચ 31 અને પાંચમી T20 મેચ 2 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી વનડે શ્રેણી શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝનું શેડ્યુલ પણ આવી ગયું છે. પ્રથમ વનડે 6 ફેબ્રુઆરી 2025 ના રોજ નાગપુરમાં રમાશે. 9 ફેબ્રુઆરીએ કટકમાં બીજી વનડે. ત્રીજી વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ માટેની ટીમની જાહેરાત થોડા અઠવાડિયા અગાઉ કરવામાં આવશે. અહીં કયા ખેલાડીઓને રમવાની તક મળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો – બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી દેવી મંદિર પહોંચ્યા, હિંદુ આગેવાનો સાથે કરશે મુલાકાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *