ભારતીય અર્થતંત્ર પર પશ્ચિમ એશિયાના તણાવનો ખતરો: RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યાજ દરો અને મોંઘવારી અંગે આપ્યા મોટા સંકેત

RBI Interest Rates Update

RBI Interest Rates Update: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પશ્ચિમ એશિયા [West Asia] એટલે કે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી તણાવભરી સ્થિતિ પર સતર્ક નજર રાખી રહી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ [Sanjay Malhotra] જણાવ્યું છે કે આ વૈશ્વિક સંઘર્ષ ભારતની આંતરિક આર્થિક સ્થિરતા માટે સીધો પડકાર સાબિત થઈ શકે છે. અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં [Princeton University] સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતનો વ્યાપારિક હિત આ ક્ષેત્ર સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

સપ્લાય ચેઈન ખોરવાતા મોંઘવારી વધવાની આશંકા (RBI Interest Rates Update)

ભારત તેના ક્રૂડ ઓઈલની [Crude Oil] આયાતનો અડધો ભાગ અને ખાતરની [Fertilizers] આયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાથી મેળવે છે. ગવર્નરે ચેતવણી આપી હતી કે જો સપ્લાયમાં અચાનક ઘટાડો થશે તો દેશમાં ચીજવસ્તુઓની કિંમતો વધી શકે છે. આ ઉપરાંત ભારતમાં આવતા રેમિટન્સનો [Remittance] બે-તૃતીયાંશ હિસ્સો આ જ ક્ષેત્રમાંથી આવે છે, જે ભારતની નિકાસ અને આયાતના સમીકરણો માટે નિર્ણાયક છે.

વ્યાજ દરો અંગે આરબીઆઈનો ‘વેઈટ એન્ડ વોચ’ અભિગમ (RBI Interest Rates and MPC Update)

વ્યાજ દરોમાં ફેરફાર અંગે ગવર્નરે જણાવ્યું કે સેન્ટ્રલ બેંક હાલમાં કોઈ ઉતાવળમાં નથી અને ‘વેઈટ એન્ડ વોચ’ [Wait and Watch] મોડમાં છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) ડેટાના આધારે જોખમોનું સતત મૂલ્યાંકન કરી રહી છે. નોંધનીય છે કે જૂન ૨૦૨૫ થી વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા છે. વ્યાજ દરોમાં ઘટાડો કે વધારો હવે સંપૂર્ણપણે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સ્થિતિ અને સ્થાનિક ડેટા પર નિર્ભર રહેશે.

ડિજિટલ ક્રાંતિ: હવે ખેડૂતો માટે ULI લોન્ચ થશે (Unified Loan Interface for Farmers)

દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતા તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા માત્ર માર્ચ મહિનામાં ૨૨ અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. હવે નાના ખેડૂતો અને વ્યવસાયિકોને તાત્કાલિક લોન [Instant Loan] મળી રહે તે માટે આરબીઆઈ યુનિફાઇડ લોન ઇન્ટરફેસ (ULI) વિકસાવી રહી છે. આ સિસ્ટમ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

આ પણ વાંચો: જર્મનીના ગુરુદ્વારામાં હિંસક અથડામણ: 11 ઘાયલ, કમિટીનો વિવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *