ગુજરાત હાઈકોર્ટ ભરતી- ગુજરાતમાં નોકરીની તકો શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જિલ્લાની વિવિધ અદાલતો માટે ડ્રાઈવર પદ માટે કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટએ ડ્રાઈવર પદ માટે કુલ 86 જગ્યાઓ જાહેર કરી છે અને લાયકાત ધરાવતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજી માગી છે.
આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 16 મે 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2025ના રોજ રાતે 11:59 કલાક સુધી રહેશે.
આ નોકરી માટે ઉમેદવારોને hc-ojas.gujarat.gov.in અથવા gujarathighcourt.nic.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.
આ ભરતી જિલ્લાની વિવિધ અદાલતોમાં રહેશે એટલે કે પસંદ થયેલા ઉમેદવારોને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં નિમણૂંક મળી શકે છે.જે ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવે છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેતા રહે અને સંપૂર્ણ વિગતો તેમજ લાયકાતો અંગેની માહિતી વાંચીને સમયસર અરજી કરે.
મહત્વની તારીખો
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા તારીખ 16 મે 2025ના રોજ 12 વાગ્યાથી લઈને 6 જૂન 2025ના રોજ રાતના 23.59 કલાક સુધી ચાલશે. આ દરમિયાન રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે…