રશિયાએ ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી! ઇઝરાયેલ માટે મુશ્કેલી

ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ

ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ :   થોડા અઠવાડિયા પહેલા એક સમાચાર આવ્યા હતા કે ઈરાને યુક્રેન સાથે યુદ્ધ લડવા માટે રશિયાને તેની ફતહ મિસાઈલ આપી છે. હવે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રશિયા ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી રહ્યું છે. જો ઈરાન આ મિસાઈલ હસ્તગત કરશે તો ઈઝરાયેલની હવાઈ સુરક્ષા જોખમમાં મુકાઈ જશે.

આ મિસાઈલના કારણે યુક્રેનના પોલ્ટાવા શહેરમાં મોટાપાયે વિનાશ થયો હતો. જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય 219થી વધુ ઘાયલ થયા છે. જો એ વાત સાચી છે કે ઈરાને ઈઝરાયેલ પર આ પ્રકારનો હુમલો કર્યો છે તો તે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કોઈપણ શહેરમાં ભારે તબાહી સર્જી શકે છે.

આ શોર્ટ રેન્જ મિસાઈલનું પૂરું નામ 9K720 ઈસ્કેન્ડર છે. તેની રેન્જ 500 કિમી છે. રશિયાએ 2020માં જૂની OTR-21 ટોચકા મિસાઈલને રિપ્લેસ કરવા માટે આ મિસાઈલને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. હાલમાં રશિયા સિવાય આર્મેનિયા, અલ્જીરિયા અને બેલારુસ પણ આ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યા છે.

આ સિંગલ સ્ટેજ મિસાઈલનું વજન 3800 કિલોગ્રામ છે. 24 ફૂટ લાંબી મિસાઈલનો વ્યાસ 3 ફૂટ છે. તેમાં 480 થી 700 કિલો વજનના વોરહેડ લગાવી શકાય છે. તેમાં છ પ્રકારના હથિયારો લગાવી શકાય છે.

તે 6 પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરે છે – થર્મોન્યુક્લિયર વેપન એટલે કે પરમાણુ હથિયાર, ઉચ્ચ વિસ્ફોટક ફ્રેગમેન્ટેશન એટલે કે ભયંકર વિસ્ફોટ સાથેનું શસ્ત્ર, સબમ્યુનિશન એટલે કે ઘણા નાના વિસ્ફોટ કરનારા હથિયાર, પેનિટ્રેશન એટલે કે બંકર અથવા ઈમારતને સંપૂર્ણપણે તોડી પાડતું શસ્ત્ર.

આ પણ વાંચો –  યાત્રિકો સાથે હેલિકોપ્ટરની ટિકિટના નામે લાખોની છેતરપિંડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *