ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને BCCIના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શનિવારે મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારોહમાં તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવશે.ભારત માટે 664 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 51 વર્ષીય તેંડુલકરના નામે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને ODI રન બનાવવાનો રેકોર્ડ છે. “હા, તેને વર્ષ 2024 માટે સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે,સૂત્રોએ જણાવ્યું છે.
તેંડુલકરની 200 ટેસ્ટ અને 463 વનડે મેચ ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. વનડેમાં 18,426 રન ઉપરાંત તેcણે 15,921 ટેસ્ટ રન બનાવ્યા છે.પોતાની શાનદાર કારકિર્દીમાં માત્ર એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ભૂતપૂર્વ દિગ્ગજ વિકેટકીપર ફારુક એન્જિનિયરને આ એવોર્ડ મળ્યો છે.
આ પણ વાંચો – મહાકુંભની ભીડમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમોએ મસ્જિદોના દરવાજા ખોલી દીધા