ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ (Bondi Beach) વિસ્તારમાં યહૂદીઓના મહત્વપૂર્ણ તહેવાર હનુક્કાહ (Hanukkah – રોશનીનો તહેવાર) દરમિયાન એક ગંભીર ઘટના બની હતી. તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે, આ વિસ્તારમાં ગોળીબાર (Firing)ની ઘટનાથી ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. ઘટના યહૂદી સમુદાયના સભ્યો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તે સમયે બની હતી.
યહૂદી સમુદાયમાં ભય અને પોલીસની ત્વરિત કાર્યવાહી
Bondi Beach : પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિના તાત્કાલિક સમાચાર નથી, પરંતુ યહૂદી સમુદાયમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ધાર્મિક સમુદાયો પર થતા હુમલાઓ વચ્ચે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. ગોળીબારની જાણ થતાં જ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે (NSW Police) તાત્કાલિક બોન્ડી બીચ વિસ્તારને ઘેરી લીધો હતો અને સઘન તપાસ શરૂ કરી હતી.
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગોળીબાર કરનાર હોવાનું માનવામાં આવતા એક શખ્સની ધરપકડ કરી છે. જોકે, આ ઘટના પાછળનો હેતુ કે તે કોઈ આતંકવાદી ઘટના હતી કે અંગત દુશ્મનીનું પરિણામ, તે અંગેની તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં સુરક્ષાની સમીક્ષા
બોન્ડી બીચ સિડનીનું એક મોટું પ્રવાસી અને રહેણાંક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો રહે છે. આ ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. વડા પ્રધાને આ ઘટનાની નિંદા કરી છે અને સમુદાયને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સ્થાનિક સત્તાવાળાઓએ હનુક્કાહ તહેવારની અન્ય ઉજવણીઓમાં સુરક્ષા વધારી દીધી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે.આ ઘટનાએ ઓસ્ટ્રેલિયા જેવા શાંતિપૂર્ણ ગણાતા દેશમાં પણ ધાર્મિક તણાવ અને સુરક્ષાના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.
આ પણ વાંચો: UAE નો મોટો નિર્ણય: પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર રોક!

