દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 3 વિકેટથી હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ   ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની T20 સીરીઝની બીજી મેચ આજે ગેકેબર્હાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન મેકક્રમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 124 રન બનાવ્યા હતા, જેમાં હાર્દિક પંડ્યાના બેટમાંથી 39 રનની અણનમ ઈનિંગ જોવા મળી હતી. આ સિવાય અન્ય તમામ બેટ્સમેનોએ તેમના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાએ  તરફથી બોલિંગમાં યાનસન, કોએત્ઝી, એન્ડીલે સિમેલેન, નાકાબાયોમ્ઝી પીટર અને એડેન મેકક્રમે 1-1 વિકેટ લીધી હતી. 125 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની ટીમે એક સમયે 86 રન સુધી 7 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સે એક છેડેથી ઈનિંગને સંભાળી હતી અને 41 બોલમાં 47 રનની અણનમ ઈનિંગ રમી હતી આ મેચમાં ટીમને રોમાંચક વિજય અપાવવામાં. ભારત તરફથી બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 5 જ્યારે અર્શદીપ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો –  ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન, અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *