સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ આપી છે.

અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે આ વાહિયાત છે, માત્ર પૈસા ન ચૂકવવાને ગુનો ન બનાવી શકાય. તેમણે કહ્યું કે હું તપાસ અધિકારીને સાક્ષીના કઠેરામાં આવવા કહીશ. તપાસ અધિકારીને સાક્ષી કઠેરામાં ઊભા રહેવા દો અને ગુનાના કેસ કરો. આ યોગ્ય રહેશે. ભવિષ્યમાં આવો કોઈ કિસ્સો સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે હવેથી દંડ વસૂલવામાં આવશે કોર્ટે કહ્યું કે અમે સૂચના આપીએ છીએ, તેને પાઠ શીખવા દો, આ ચાર્જશીટ દાખલ કરવાની રીત નથી. વિચિત્ર છે કે યુપીમાં દરરોજ આવું થઈ રહ્યું છે, વકીલો ભૂલી ગયા છે કે સિવિલ જ્યુરિડિક્શન પણ છે.

CJIએ કહ્યું કે હું પોલીસ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલને પણ આ મામલે પહેલ કરવા કહીશ. આ ખોટું છે. અમે આ મામલાને પાર પાડી રહ્યા છીએ, પરંતુ હવે જે પણ કેસ (યુપીમાં) આવશે, અમે પોલીસને દંડ ફટકારીશું.

SCએ અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી
યુપીના મામલાઓને લઈને સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે અહીં સિવિલ વિવાદોને ફોજદારી કેસ તરીકે જોવામાં આવે છે. આ ચિંતાનો વિષય છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતના મામલાની અરજી પર વિચાર કરતી વખતે તેમણે આ વાત કહી હતી. કોર્ટે કહ્યું હતું કે અહીં સિવિલ વિવાદ સતત ગુનાહિત વિવાદમાં ફેરવાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ એક ખોટી પ્રથા છે અને આવું ન થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *