
ગુજરાતમાં ગરમીનો કહેર, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું, આગામી બે દિવસ હિટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળાની આકરા શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઉંચું નોંધાઈ રહ્યું છે. બુધવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45 ડિગ્રી નોંધાઈ ગયું હતું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ પારો રહ્યો. બીજી તરફ, દ્વારકામાં તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના બાકીના વિસ્તારોની તુલનામાં થોડું હળવું રહ્યું. કચ્છ…