અમદાવાદ મ્યુનિ.માં AI Employee Management System: રૂ. 7 કરોડના ખર્ચે 50 હજાર કર્મીઓનું સંચાલન થશે
AI Employee Management System દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે પોતાના કર્મચારીઓના સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવી ઓનલાઈન વ્યવસ્થા વિકસાવવાની તૈયારીમાં છે. આશરે રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થનારી આ સિસ્ટમમાં કર્મચારીઓને કામગીરી સોંપવા, તેમના કામનું મૂલ્યાંકન કરવા અને બઢતી તથા તાલીમ અંગે સૂચનો મેળવવા AIની મદદ લેવામાં આવશે. હાલ અમદાવાદ મ્યુનિ.માં કાયમી…

