દિવાળીએ PM મોદીના નામે ₹8,000 આપવાની લાલચ! ગુજરાત પોલીસની ચેતવણી, WhatsApp હેક થવાનું જોખમ
Diwali Cyber Fraudના વધતા જોખમ વચ્ચે ગુજરાત પોલીસે નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ફેલાઈ રહેલા ₹8,000ની દિવાળી સહાયના નકલી સંદેશાઓથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. આ સંદેશામાં દાવો કરવામાં આવે છે કે સરકાર દિવાળી નિમિત્તે નાગરિકોને રોકડ સહાય આપી રહી છે. જોકે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ સરકારી યોજના જાહેર…

