ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ગરુડેશ્વરમાં રેકોર્ડબ્રેક વરસાદ, જાણો તમારા જિલ્લાની સ્થિતિ
Gujarat Rainfall Report ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ જબરદસ્ત પધરામણી કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદની લહેર…

